તારીખ ૨૮મી જુલાઈ “વિશ્વ હિપેટાઈટીસ દિવસ” ઉજવણીનાં ભાગરૂપે તાપી જિલ્લામાં “એક જીવન એક લીવર”ની થીમ પર ૨૧થી ૨૮ જુલાઈ સુધી એક સપ્તાહ દરમ્યાન હિપેટાઈટીસ જન જાગૃતિ માટેના વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમના ભાગરૂપે જીલ્લા ક્ષય કેન્દ્ર વ્યારા ખાતે મુખ્ય જિલ્લા અધિકારી ડો.પાઉલ વસાવા નેતૃત્વમાં અને જીલ્લા ક્ષય અધિકારી ડો.આર.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નેશનલ વાઈરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ડો.પાઉલ વસાવાના માર્ગદર્શનથી જનરલ હોસ્પિટલ સ્થિત નર્સિંગ સ્કૂલનાં ANM-GNM સ્ટુડન્ટ સાથે વન લાઈફ વન લીવર થીમ અંતર્ગત વિશ્વ વર્લ્ડ હીપેટાઈટીસ દિવસનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. નેશનલ વાઈરલ હીપેટાઇટીસ કંટ્રોલ પ્રોગ્રામનાં સબ નોડલ ઓફિસર ડો.આર.એમ.ચૌધરી (DTO), ડાઈગ્નોસ્ટીક પાર્ટના નોડલ ઓફિસર ડો.ચિરાગ ઘોઘારી, (માઈક્રોબાયોલોજીસ્ટ જરનલ હોસ્પિટલ વ્યારા) ટ્રીટમેન્ટ પાર્ટનાં નોડલ ઓફિસરશ્રી ડો.નિમેષ ચૌધરી, (એમ.ડી.ફીઝીશ્યન જનરલ હોસ્પિટલ વ્યારા) ART મેડિકલ ઓફિસર ડો.નીરવ ગામીત, સાહેબ દ્વારા હીપેટાઇટીસની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા ડાપકુ યશવંત વળવી દ્વારા HIV/AIDS અને HIV–ACT 2017 જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ, ટ્રીટમેન્ટપાર્ટનાં નોડલ ઓફિસર ડો.નિમેષ ચૌધરી, (એમ.ડી.ફીઝીશ્યન જનરલ હોસ્પિટલ વ્યારા) ડાઈગ્નોસ્ટીક પાર્ટના નોડલ ઓફિસર ડો.ચિરાગ ઘોઘારી, (માઈક્રોબાયોલોજીસ્ટ જરનલ હોસ્પિટલ વ્યારા) એ.આર.ટી.સેન્ટરનાં મેડીકલ ઓફિસર ડો.નીરવ ગામીત, ડીસ્ટ્રીકટ ટીબી એચ આઈવી કોઓર્ડીનેટર રાજેશ પટેલ, ડાપકુ સુપરવાઈઝર યશવંત વળવી, ડીપીસી ડો.ગ્રીષ્મા ગામીત, ICTC, STI ART કાઉન્સેલર, તથા વિહાન પ્રોજેક્ટકો.ઓ. કેયુર ગામીત અને વિહાન સ્ટાફની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500