વિશ્વમાં દર વર્ષે 5 મી જૂને "વિશ્વ પર્યાવરણ દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવણીની થીમ જમીન પુન:સ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા સૂત્ર સાથે 'આપણી જમીન, આપણુ ભવિષ્ય' જે પૃથ્વીની ઇકો` સિસ્ટમને સારી કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. ચાલુ વર્ષે ડાંગ વન વિભાગ તથા તેમના કાર્ય વિસ્તારની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનુ જિલ્લા કક્ષા તથા રેંન્જ કક્ષાએ આયોજન કરવામાં આવ્યુ. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવા ખાતે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કક્ષાએ પર્યાવરણના જતન અને લોકોને વૃક્ષ ઉછેરવા અંગે જાગૃતિ ફેલાવવા જેવા વિષય પર આહવા ડિવીઝન ઓફીસથી ગાંધીબાગ થઈ સિવલ હોસ્પીટલ, ફોરેસ્ટ કોલોની સુધી આહવા (પૂર્વ) અને આહવા (પશ્ચિમ) રેંન્જ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આહવા સ્થિત ફોરેસ્ટ કોલોનીના વિસ્તારમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ જાહેર જનતાને વધુ વૃક્ષોનું વાવેતર કરવા, જંગલોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
તેમજ પર્યાવરણને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી. "વિશ્વ પર્યાવરણ દિવસ"નું મહત્વ સમજાવી પર્યાવરણના જતન દ્વારા પર્યાવરણીય પડકારો સામે લડી દેશમાં સમૃધ્ધિ આવે છે તેમ તેમણે જણાવ્યું હતું. ડાંષ જિલ્લામાં ઓવેલ વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા તેઓના કાર્ય વિસ્તારના કાલીબેલ રેંન્જમાં મહાલ કેમ્પ સાઈટ ખાતે પ્લાસ્ટી કલેક્શન તથા લવચાલી, સુબીર અને શિંષાણા રેંન્જના સંકલન દ્વારા સુબીરથી પંપા સરોવર સુધી પર્યાવરણ જાગૃતિ અંગે બાઈક રેલી તથા પ્લાસ્ટીક કલેક્શન, વઘઈ રેંન્જ દ્વારા વૃક્ષારોપણ તથા સ્ટાફ સાથે બાઈક રેલી, શામગહાન રેંન્જ દ્વારા રેંજ ઓફીસથી સ્પોર્ટસ ક્લબ સાપુતારા સુધી બાઈક રેલી અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતું. તેમજ ડાંગ જિલ્લાની વિવિધ રેંન્જ કચેરીઓ દ્વારા પર્યાવરણ જતન અંગેની લોક જાગૃતિ, વૃક્ષા રોપણ, સાફ-સફાઈ, પ્લાસ્ટીક કલેક્શન વગેરે જેવા વિષયો પર કાર્યક્રમ પર આયોજન કરી "વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500