માહિતી વિભાગ દ્વારા ભરૂચ, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મીશન લાઈફ અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો યોજી ભરૂચ જિલ્લામાં ગ્રામસભાનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ તાલુકાના મહુલધા ગ્રામ પંચાયત અને થામ ગ્રામપંચાયત ખાતે સરપંચના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને બીજા અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં સરકારી કચેરીની ઓડીટ તપાસણી, સંબંધિત કામોની ગુણવત્તાની ચકાસણી, ગામમાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામો વગેરેની ચર્ચા કરી આગામી સમયમાં ગામ માટે બાકી રહેતા કામો, પ્રશ્નો વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. તે સાથે સામાજીક ઓડીટના ભાગરૂપે સંબંધિત વિભાગો દ્વારા ખાસ તપાસણી હેઠળ વિવિધ વિભાગના વિકાસના કાર્યો બાબતે ચકાસણી કરવામાં આવી હતી. જેમ કે, સામાન્ય દફ્તર તપાસણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સસ્તા અનાજની દુકાનની તપાસણી, મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત વગેરે જેવી તપાસણી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
આ ગ્રામસભામાં પર્યાવરણની જાણવણી હેતુ ઉપસ્થિત સર્વૈએ પ્રતિજ્ઞા પણ લીધી હતી. સભામાં ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નો અંગે સીધો સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાના ઉમદા હેતુથી ટીડીઓશ્રી દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની સાંત્વના આપી અને પ્રશ્નનો નિરાકરણ કરવાનો યથાર્થ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય યોગ્ય પ્રશ્નોને તાલુકા સ્વાગતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500