Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસની ઉજવણી કરવામાં આવી

  • June 12, 2023 

માહિતી વિભાગ દ્વારા તાપી, સમગ્ર વિશ્વમાં ૧૨મી જુનના દિવસે “વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યારા મથક ખાતે “વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ”ની ઉજવણી નીમિત્તે જાગૃતતા રેલીનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપી દ્વારા હાથ ધરવામાં આવ્યું  હતું. આ રેલી વ્યારાનાં કે.કે.કદમ વિદ્યાલયથી નિકળી મેઇન બજાર થઇ કાચવાલા સ્ટ્રીટ, જુના એસ.ટી. બસ સ્ટેન્ડ થઇ પરત કે.કે.કદમ કન્યા વિદ્યાલય સુધીનું યોજાઇ હતી.


રેલીમાં જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ-તાપીનાં સેક્રેટરી., વ્યારા નગરપાલિકાનાં પ્રમુખ, કે.કે.કદમનાં પ્રિન્સિપાલ, જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપીના તમામ અધિકારી-કર્મચારી ગણ, ચાઇલ્ડ લાઇનનાં કર્મચારીઓ તથા વિવિધલક્ષી (એન.જી.ઓ.)નાં મધુબેન પરમાર હાજર રહયા હતા. આ રેલીમાં ૯૦૦ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો, અધિકારી-કર્મચારી ગણ જોડાયા હતા. રેલીમાં શામેલ તમામે સુત્રોચ્ચાર દ્વારા બાળ મજુરી નાબુદ કરવા જાગૃતતા ફેવાલે હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application