૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તાપી જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ આદિવાસી સમાજ સંગઠનો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ડીજેના તાલ સાથે નાચ ગાન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબદબાભેર ઉજવણી કરાઈ હતી.
સોનગઢ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઇ હતી. આ પ્રસંગે નગરમાં આદિવાસી વાજિંત્ર સાથે ભવ્ય રેલી નીકળી હતી.ઉજવણીને અનુલક્ષીને સોનગઢ બસ સ્ટેન્ડ પાસે વીર બુરસા મુંડાની પ્રતિમા ખુલ્લી મુકવામાં આવી હતી.
વડીલો દ્વારા આદિવાસી પરિધાનોથી સજજ લોકોએ વિશાળ રેલી યોજી હોતી.
૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને વ્યારા ખાતે યોજાયેલ વિશાલ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં હજારો લોકોની સંખ્યામાં વ્યારાના મિશન માકા પર આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પૂજા અને હાર પેહરાવી તેમના આશિર્વાદ લઈને હજારો લોકોની સંખ્યામાં વ્યારા નગરમાં ડીજેના તાલ સાથે તેમજ ઢોલ નગારા સાથે સમાજ દ્વારા વિવિધ વાજીંત્રો અને વડીલો દ્વારા આદિવાસી પરિધાનોથી સજજ લોકોએ વિશાળ રેલી યોજી હોતી.
બુહારી સર્કલ પર આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી
મોડી સાંજે સમાજના આગેવાનો અને હોદેદારો ના અધ્યક્ષ સ્થાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી નૃત્યો સહિત વિવિધ કલા પ્રદર્શન કરાયુ હતુ.વ્યારા નગરમાં વિવિધ સ્થળોએ રેલી યોજાઇ હતી.જે બાદ દક્ષિણપથ ખાતે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું સમાપન કર્યુ હતું. વાલોડના બુહારી ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસએ આદિવાસી પંચ અને આદિવાસી સમાજના હજારો લોકો દ્વારા નાચગાન,ઢોલ નગારા સાથે બુહારી સર્કલ પર આદિવાસી જન નાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500