તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ની ખૂબ જોરશોર થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ - બહેનો પરંપરાગત પહેરવેશ અને વાજિંત્રો સાથે ઉમટી પડ્યા હતા.
૯મી ઓગસ્ટ નારોજ રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.રાજ્યના છેવાડે આવેલા તાપી જિલ્લામાંવિશ્વ આદિવાસી દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા ખાતે આદિવાસી સમુદાય દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વ્યારાના મિશન નાકા (બિરસા મુંડા સર્કલ પાસે) હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને રેલીઓ યોજીને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર પંથક જય જોહર,જય આદિવાસીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યારા અને સોનગઢમાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાજિંત્રો, આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જનમેદની ઉમટી પડી હતી અને ધામધૂમ પૂર્વક આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500