છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના માટે પ્રથમ તબક્કાનું મતદાન મતદાન થઈ ગયું છે ત્યારે હવે બીજા તબક્કાના મતદાન પહેલા મુખ્યમંત્રીએ મહિલાઓ માટે 'ગૃહ લક્ષ્મી યોજનાની મોટી જાહેરાત કરી હતી. સીએમ બઘેલે જાણકારી આપતા કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને દર વર્ષે 15 હજાર મળશે.
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 20 બેઠકો માટે મતદાન થયું છે. બીજા તબક્કામાં 70 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે અને આજે દિવાળીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મહિલા મતદારોને રીઝવવા માટે મોટી જાહેરાત કરી છે. સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર બનતા જ મહિલાઓ માટે 'ગૃહ લક્ષ્મી યોજના' શરૂ કરવામાં આવશે. સીએમએ કહ્યું કે આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર વર્ષે 15,000 રૂપિયા આપવામાં આવશે. સીએમ ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.
બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે
આ પહેલા ભાજપે છત્તીસગઢમાં મહિલાઓને દર વર્ષે 12,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સીએમ ભૂપેશ બઘેલની આ જાહેરાત ભાજપની યોજનાને અસર કરી શકે છે. સીએમ ભૂપેશ બઘેલે તેમના સોશિયલ મીડિયામાં કહ્યું કે, આજે દિવાળીના શુભ અવસર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને છત્તીસગઢ મહાતરીના આશીર્વાદથી રાજ્યની મહિલા શક્તિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ છત્તીસગઢ ગૃહ લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની મહિલાઓના ખાતામાં 15,000 રૂપિયા સીધા જ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થવાનું છે. 70 બેઠકો માટે આ ચૂંટણીમાં 953 ઉમેદવારો મેદાનમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500