Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડ્રગ ટ્રાફિકિંગ માટે મહિલાને ફાંસીની સજા

  • July 28, 2023 

સિંગાપોરમાં એક ઘણી જ રેર ગણાય એવી ઘટનામાં સિંગાપોરે 45 વર્ષીય સિંગાપોરિયન મહિલા, સરીદેવી બિન્તે જામાનીને ડ્રગ હેરફેર માટે ફાંસી આપી હતી. આ મહિલાને 30.72 ગ્રામથી વધુ શુદ્ધ હેરોઈન રાખવા બદલ દેશના કડક ડ્રગ કાયદા હેઠળ દોષી ઠેરવવામાં આવી હતી. મહિલાની માફી માટેની અપીલ પણ અસફળ રહી હતી. છેલ્લા લગભગ 20 વર્ષમાં સિંગાપોરમાં પ્રથમ વાર કોઇ મહિલાને ફાંસી આપવાની ઘટના બની છે.


સિંગાપોરના કડક ડ્રગ કાયદાઓમાં ડ્રગની હેરફેરના ગુનાઓ માટે મૃત્યુદંડનો સમાવેશ થાય છે સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો (CNB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરીદેવી બિન્તે જમાનીને 28 જુલાઈ 2023ના રોજ ફાંસીની સજા કરવામાં આવી હતી.”સિંગાપોરમાં વિશ્વના કેટલાક સૌથી સખત ડ્રગ વિરોધી કાયદા છે. અહીં 50 ગ્રામથી વધુ કેનાબીસ અથવા 15 ગ્રામથી વધુ હેરોઈનની હેરફેર માટે વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવી શકે છે. ડ્રગ્સ સંબંધી મૃત્યુદંડની સજા અંગે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિતના માનવ અધિકાર જૂથોએ સિંગાપોરની સરકારને આ પ્રથા બંધ કરવા અપીલ કરી છે. તેમણે એવી દલીલ કરી હતી કે મૃત્યુ દંડની સજા આપવાથી ગુના ઓછા થાય છે એવી સિંગાપોર સરકારની દલીલને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.જ્યારે સિંગાપોર ભારપૂર્વક કહે છે કે મૃત્યુદંડથી તેને એશિયાના સૌથી સુરક્ષિત દેશોમાંનો એક બનાવવામાં મદદ મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News