Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણમાં બાળકી સાથે અડપલા કરનાર સામે ફરિયાદ નોંધાઈ

  • April 11, 2025 

મુળ ઉત્તરપ્રદેશનાં જોનપુર જિલ્લાનો એક શ્રમિક પરિવાર ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં રહે છે. આ પરિવારમાં ૭ વર્ષ ૩ માસની બાળકી તેના મમ્મી-પપ્પા સાથે રહે છે. જયારે સાયણ ટાઉનમાં મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના ગાજીપુર જિલ્લાનો વતની અને હાલમાં શ્રમિક વસાહતની આદર્શનગર સોસાયટી-૩માં ભીમ દિનદયાલરામ ચમાર પણ રહે છે.


મંગળવારે સાંજે દર્શના જયારે તેના કોમ્પલેક્ષની નીચે રમી રહી હતી. તે સમયે નરાધમ ભીમ દિનદયાલરામ ચમારે દર્શનાને કેળા ખાવા આપવાની લાલચ આપી તેના કોમ્પલેક્ષના ચોથા માળે આવેલી તેની રૂમમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચી આ નરાધમે દર્શનાના શરીર અડપલા કર્યા હતાં. દરમિયાન દર્શનાને શોધતી તેની મમ્મી ત્યાં આવી પહોંચતા તેણીએ નરાધમની હરકત નિહાળી હતી. જેથી દિકરીની માતાએ બુધવારના રોજ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application