દિલ્હીથી મુંબઇ જઇ રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં એક મહિલા મુસાફરની છેડતી કરવાના આક્ષેપ સાથે એક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રોફેસર પર એક 24 વર્ષની ડોક્ટર યુવતીની જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ યુવતીની ફરિયાદ બાદ આરોપી પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ આ બનાવ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બની હતી. આરોપી પ્રોફેસર રોહિત શ્રીવાસ્તવ (ઉ.વ. 47) ની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીની ન્યાયીક કસ્ટડી પણ આપવામાં આવી છે. જોકે ત્યાર બાદ તેના જામીન મંજૂર થયા હોવાની વિગતો જાણવા મળી છે.
આ અંગે સહાર પોલીસે આપેલ વિગતો અનુસાર પટના ખાતે રહેનારા રોહિત શ્રીવાસ્તવ અને એ યુવતીની સીટ એક બીજાની બાજુમાં હતી. બુધવારે 26મી જુલાઇના રોજ વહેલી સવારે 5:30 વાગે આ ફ્લાઇટ દિલ્હીથી મુંબઇની દિશામાં રવાના થઇ હતી. જોકે ફ્લાઇટ મુંબઇમાં લેન્ડ થાય એ પહેલાં જ આરોપીએ આ યુવતીની છેડતી કરી હોવાની જાણકારી પોલીસે આપી હતી.આરોપીએ બદઇરાદાથી તેને સ્પર્ષ કર્યો હોવાની ફરિયાદ યુવતીએ કરી હતી. આ વાત યુવતીને ધ્યાનમાં આવતા તેણે એ વ્યક્તિનો વિરોધ કરતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ વધી જતાં ફ્લાઇટના કર્મચારીઓએ મધ્યસ્થી કરી ઝગડો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ફ્લાઇટ લેન્ડ થયા બાદ અધિકારી આ બંનેને સહાર પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં. ત્યારે આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉપરાંત આ યુવતીનો જવાબ પણ પોલીસે નોંધી લીધો હતો.આરોપી સામે કલમ 354 અને 354 એ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેવી જાણકારી પોલીસે આપી છે. ત્યાર બાદ આ આરોપીને કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તેને ન્યાયીક કસ્ટડી આપાવામાં આવી હતી. જોકે ત્યાર બાદ આરોપીને જામીન પણ મળી ગયા હતાં. જોકે અત્યાર સુધી આ અંગે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કોઇ ખૂલાસો કરવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવલથાણ ખાતેથી ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
April 11, 2025કોસંબા ખાતે નજીવી બાબતે સગીર પર હુમલો
April 11, 2025