નિઝર ગામનાં હાટી ફળિયામાં રહેતી એક 20 વર્ષીય પરણિત મહિલા કુકરમુંડા તાલુકાનાં હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર આવેલ પુલ ઉપરથી પતિને મારે તાપી નદી જોવી છે. તેમ કહીને તાપી નદીમાં કૂદી ગઈ હતી. જેમની લાશ ગુરૂવારે નિઝર તાલુકાનાં જુના અંતુર્લી ગામની સીમમાં તાપી નદીનાં કિનારે મળી આવેલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝરનાં હાટી ફળિયાનાં રહેવાસી સંદીપભાઈ વસંતભાઈ વળવી (ઉ.વ.22) તેમજ મરણ જનાર તેમની પત્ની રોશનીબેન સાથે મોટરસાઇકલ નંબર GJ/19/BB/5692 લઈને પિયરમાં મહારાષ્ટ્રનાં બોરદ ગામ ખાતે ગયા હતા.
ત્યાંથી પરત ફરતી વેળા કુકરમુંડા તાલુકાનાં હથોડા ગામની સીમમાં તાપી નદીનાં પુલ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન રોશનીબેનએ તેમના પતિ સંદીપને કીધું હતું કે, મારી સાડી છૂટી ગયેલ છે. જેથી સાડી સરખી કરી લેવા દો. પતિએ પુલ ઉપર બાઈક ઉભી કરી હતી અને બાઈક ઉપરથી નીચે ઉતરીને કહેવા લાગેલ કે, મારે તાપી નદી જોવી છે. તેમ કહીને પુલ ઉપર ડિવાઈડર ચડીને તાપી નદીનાં પુલની લોખંડ ગ્રીલ ઉપરથી અચાનક કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં કૂદી ગઈ હતી. જેમની લાશ ગુરૂવારનાં રોજ નિઝરનાં જુના અંતુર્લી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં કિનારે નદીનાં પાણી માંથી મળી આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application