Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સરજાંબલી ગામમાંથી દારૂની 44 બોટલો સાથે મહિલા ઝડપાઈ,એક વોન્ટેડ

  • March 07, 2021 

સોનગઢના સરજાંબલી ગામમાંથી વિદેશીદારૂની 44 બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવી હતી જોકે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી ના આધારે સોનગઢ તાલુકાના જાંબલી ગામના ડેરી ફળીયામાં રહેતી સુધાબેન ઉમેશભાઈ વસાવા ના ત્યાં દરોડા પાડ્યા હતા દરમિયાન ઘરની આગળ બનાવેલ છાપરામાંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ 44 જેની કિંમત રૂપિયા 32,00/- ના મુદ્દામાલ સાથે સુધાબેન વસાવાને ઝડપી પાડવામાં આવી હતી.જોકે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર સૂર્યો નામના શખ્સ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application