ઉનાળાની શરૂઆતમાં રાજ્યની જીવાદોરીની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક થઇ રહી છે. જેના કરતા બમણી જાવક થતા એક દિવસમાં સપાટીમાં 15થી 20 સેમી ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે સરદાર સરોવરમાં હાલમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત હોવાથી ચિંતાનો વિષય નથી.
નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસ બંધ કરતા જેમાંથી ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં ઠલવાતું બંધ થઇ ગયું અને વિયરડેમ પણ ખાલી કરી દેવામાં આવ્યો.
જોકે હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 125.25 મીટર પર છે. ઉપરવાસમાંથી માત્ર 6 હજાર ક્યુસેક પાણીની આવક સામે હાલ જે ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી 19 હજાર ક્યુસેક આપવામાં આવી રહ્યું છે એટલે આવક કરતા જાવક ત્રણ ઘણી વધી કહેવાય.
હાલ સરદાર સરોવરમાં 2,227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત છે. ત્યારે ઉનાળો માથે છે અને ગુજરાતના ખેડૂતોને સુજલામ સુફલામ યોજના થકી પણ લોકોને લાભ આપવા સરકાર પ્રયત્ન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500