Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારનો આર્થિક ટેકો મળતા ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેગવાન બની

  • July 03, 2024 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યાં છે. રાજ્યપાલશ્રીની આગેવાની અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાતભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિની આ ઝૂંબેશમાં સહભાગી બન્યાં છે. રાજય સરકાર તરફથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ બાબતોમાં ઘણી સહાય આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને આર્થિક ટેકો મળતાં પ્રાકૃતિક કૃષિને વેગ મળ્યો છે. પ્રાકૃતિક ખેતીમાંની એક સહાય છે – પ્રાકૃતિક કૃષિમાં ગૌ નિભાવ માટે સહાય ખર્ચ. સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપીને ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની દિશામાં કાર્યો કરવામાં આવી રહ્યા છે.


જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા 900/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપે છે. ગૌ નિભાવ માટે યોજનાથી ખેડૂત ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પોષણક્ષમ ખેતી કરી શકે છે. ગૌ આધારિત કૃષિથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા અને ખેતઉત્પાદનોની ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને વધારે ભાવ મળી રહે છે. આ યોજના હેઠળ વર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન ભરૂચના ૩૦૬૨ ખેડૂતોને કુલ ૧૬૫૩૪૮૦૦ રકમની પ્રાકૃતિક કૃષિમાં ગૌ નિભાવ માટે સહાય ખર્ચ આપવામાં આવ્યો હતો.


વિગતવાર જોઈએ તો, આમોદ તાલુકાના ૩૧૨ ખેડૂતોને ૧૬૮૪૮૦૦, વાગરા તાલુકાના ૧૮૬ ખેડૂતોને ૧૦૦૪૪૦૦, જંબુસરના ૬૧૫ ખેડૂતોને ૩૩૨૧૦૦0, અંકલેશ્વરના ૩૨૦ ખેડૂતોને ૧૭૨૮૦૦૦, હાંસોટના ૨૫૭ ખેડૂતોને ૧૩૮૭૮૦૦,વાલીયાના ૨૯૫ ખેડૂતોને ૧૫૯૩૦૦૦, ઝધડીયાના ૪૬૮ ખેડૂતોને ૨૫૨૭૨૦૦ તેમજ નેત્રંગના ૩૬૭ ખેડૂતોને ૧૯૮૧૮૦૦ લાખ, એમ ભરૂચ જિલ્લાના કુલ ૩૦૬૨ જેટલા ખેડૂતોને ૧૬૫૩૪૮૦૦ની સહાય આપવામાં આવી છે. આમ, ભરૂચ જિલ્લાના ખેડૂતો પૃથ્વી, પાણી અને પર્યાવરણના જતન માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાજ્યપાલશ્રીની પ્રાકૃતિક કૃષિની ઝૂંબેશમાં અસરકારક રીતે સહભાગી બની રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application