તાપી જિલ્લામાંથી પસાર થતી તાપીનદી કિનારે લીઝ ધારકો દ્વારા જ તમામ નીતિનિયમો નેવે મૂકી આડેધડ રેતી ખનન પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.અહીના ગ્રામ પંચાયતો પાસેથી પૈસા એક્ટ મુજબ મંજુરી લેવાનું ફરજીયાત હોવાછતાં રેતી લીઝ ધારકોએ મંજુરી મેળવી જ નથી. ત્યારે ગેરકાયદેસર રેતી ઉલેચનાર લીઝ ધારકો સામે કાર્યવાહી કરવા માટે જેમના માથે જવાબદારી સોંપવામાં આવી તે તાપી જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ પણ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. જેના કારણે ગેરકાયદેસર લીઝ ચાલનારાઓને તાપી નદી માંથી ખનીજ સંપતી લુંટવા માટેનું મોકળું મેદાન મળી ગયું છે. જેની માટે માત્ર અને માત્ર જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ જ જવાબદાર છે.
પ્રતિદિન સેંકડો ટન ગેરકાયદેસર રેતી ઉલેચવાનું મોટું રેકેટ
તાપી નદી કિનારેથી રેતી ખનન કરવા માટે લીઝ ધારકો દ્વારા જ બેખોફ તમામ નીતિનિયમો નેવે મૂકી ગેરકાદે રેતી ઉલેચવામાં રહી છે. પ્રતિદિન સેંકડો ટન ગેરકાયદેસર રેતી ઉલેચવાનું મોટું રેકેટ ચલાવામાં આવી રહ્યું છે. લીઝ ધારકોને ધારાધોરણ મુજબ તાપી નદીના પટ માંથી રેતી કાઢવા માટે મંજુર કરવામાં આવેલ લીઝના વિસ્તાર બાહરથી બેખોફ રેતી ખનન કરી ડમ્પરોમાં ઓવરલોડ રેતી ભરી સુવ્યવસ્થિત ઢભે રાજ્ય બાહર રેતી સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવામાં આવી રહ્યું છે.
વ્યવહાર પહોંચતો હોવાના કારણે અહીના અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરતા નથી
આ ભ્રષ્ટાચારની વહેતી ગંગોત્રીમાં માત્ર ખાણ ખનીજ વિભાગ જ નહી સ્થાનિક પ્રાંત અને મામલતદાર પણ સામીલ હોવાનું જાણવા મળ્યું છે,આ વિસ્તારના સ્થાનિક અધિકારીઓ અને રાજકારણીઓના આશીર્વાદથી ગેરકાયદે રેતીખનન કરવાનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા લીઝ ધારકો દ્વારા સમયસર દર મહીને વ્યવહારના ગાંધીછાપ પહોંચાડી દેવામાં આવે છે, લીઝ દીઠ મહીને ૨૦ હજારથી ૨૫ હજાર રૂપિયા સુધીનો વ્યવહાર પહોંચતો હોવાના કારણે અહીના અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરતા નથી. ત્યારે આ બાબતને એસીબીએ પણ ગંભીરતાથી લેવી જોઈએ.
તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી ભાગ બટાઈની રસમ અદા કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
કુકરમુંડા અને નિઝર તાલુકામાં આશરે ૧૮થી વધુ રેતીની લીઝ મંજુર કરવામાં આવેલ છે. જેમાં રેતી લીઝ ધારકો દ્વારા બેફામ રેતી ઉલેચવામાં આવી રહી છે ત્યારે અહીના રેતી લીઝ ધારકોને ત્યાં રેતીની લીઝના સ્થળ ઉપર તેમજ આસપાસના સ્થળે માપણી કરવામાં આવે તો મોટાપાયે થતી રોયલ્ટી ચોરી બાહર આવી શકે તેમ છે. ત્યારે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ નિઝર અને કુકરમુંડાના વિસ્તારોમાં રેતી લીઝ ધારકો હદ બહાર કરવામાં આવતું રેતી ખનન અને રોયલ્ટી ચોરી મુદ્દે તપાસ હાથ આદેશ આપે તે જરૂરી બન્યું છે.ત્યારે જોવાનું એ રહે છે કે બેફામ રેતી ખનન કરતા લીઝ ધારકોના લીઝના સ્થળે તપાસ હાથ ધરવામાં આવે છે કે પછી ભાગ બટાઈની રસમ અદા કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500