Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેર બજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું

  • November 30, 2023 

ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ ગઈ છે. જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના GDP કરતા પણ વધુ છે. 4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેર બજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે. પ્રથમ ચાર નંબર પર ક્રમશ અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગની શેરબજાર સ્થાન ધરાવે છે. પાછળના બે વર્ષમાં ભારતીય શેર બજાર ઝડપથી ગતિ કરી રહ્યું છે અને ઓછા સમયમાં આ એક નવો મુકામ હાંસલ કર્યો છે. છેલ્લા 20 વર્ષમાં BSEની માર્કેટ વેલ્યુમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે, સપ્ટેમ્બર 2003માં 10 લાખ કરોડ રૂપિયા હતો. બીજી તરફ, શેરબજારના બીજા ઇન્ડેક્સ નિફ્ટી-50એ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા અને સપ્ટેમ્બર 2023માં 20,000નો આંકડો પાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application