સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા તાપી જિલ્લામાંથી ગાયબ થઇ ગયેલો કોરોનાએ ચુંટણી બાદ એકવાર ફરી માથું ઉચક્યું છે. પ્રતિદિન 5-6 પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. તેમ છતાં કેટલાક લોકો સોશિયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
તાપી જિલ્લામાં શનિવારે કોરોના પોઝીટીવ દર્દીઓના વધુ 6 નવા કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.27મી માર્ચ નારોજ સોનગઢ-ઉકાઈના ભીમપુરામાં 39 વર્ષીય મહિલા અને દેવજીપુરા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં 59 વર્ષીય વૃધ્ધા તેમજ વ્યારાની રામકબીર સોસાયટીમાં 70 વર્ષીય આધેડ અને વ્યારાના મેઈન બજારમાં 24 વર્ષીય યુવક તથા ઉચ્છલના ફૂલવાડીમાં 31 વર્ષીય પુરૂષ અને નિઝરના દેવાળામાં 71 વર્ષીય આધેડ સહિત જિલ્લામાં કુલ 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન કુલ 43 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 50 દર્દીઓના મોત નીપજ્યા
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 962 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 886 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન કુલ 43 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 50 દર્દીઓના મોત નીપજ્યા છે.
જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 392 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 36 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500