Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં બોરખડી ગામે ખેતરમાંથી વાયરોની ચોરી થઈ

  • November 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં બોરખડી ગામની સીમમાં કાકદડા ફળિયામાં આવેલ ખેતરમાંથી સુર્યશક્તિ કિશાન યોજનાનો સોલાર સિસ્ટમનાં કેબલ વાયરોની ચોરી થઈ હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં બોરખડી ગામનાં કાકદડા ફળિયામાં રહેતા રામસિંગભાઈ કમાભાઈ ચૌધરી નાઓની ગામની સીમમાં જ ફળિયામાં આવેલ ખેતરનાં છેડા ઉપર લગાવેલ સુર્યશક્તિ કિશાન યોજનાનો સોલાર સિસ્ટમનાં કેબલ વાયરો જેની કિંમત રૂપિયા 8,000/- જેની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે અજીતભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application