સુરતના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટમાં રહેતો બેકાર યુવાનને રાત્રે પત્નીએ કામધંધો કરવા કહેતા થયેલા ઝઘડામાં તેનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ચોકબજાર પોલીસે યુવાનની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભાઠેના 1 રઝાનગરમાં રહેતા શેખ નાઝીમ શેખ રસીદની બહેન આફરીન ( ઉ.વ.23 ) ના લગ્ન પાંચ વર્ષ અગાઉ સુરતના ફુલવાડી ભરીમાતા રોડ સ્થિત મન્નત એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી-513 માં રહેતા ઈરફાન શેખ ઈશાક શેખ સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન ઈરફાન એક પુત્રનો પિતા બન્યો હતો છતાં કોઈ કામ કરતો નહોતો.આથી તેનો પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. રાત્રે પણ બંને વચ્ચે ફરી કામ કરવા બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન ઇરફાને આફરીનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.
આ તરફ તેના ઘરે પહોંચેલાઆ તરફ તેના ઘરે પહોંચેલા પરિવારજનોને આફરીન બેભાન થઈ ગઈ હોવાનું લાગતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તેના ગળાના ભાગે ઈજાના નિશાનને લીધે ચોકબજાર પોલીસે આજરોજ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટના આધારે ઈરફાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. વધુ તપાસ પીઆઈ એ.બી.ઔસુરા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500