વ્યારાના વીરપુર ગામના શખ્સના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શખ્સના મોત મામલે તેની પત્નીની ધરપકડ કરી છે. પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસનો કાયમ ઝગડો થતો હતો. જે મામલે પત્નીએ જ પતિને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.આ મામલે પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેશભાઈએ ગત શુક્રવારે સાંજે ગળે ફાંસો ખાઈ મોતને ભેટ્યો હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
વ્યારાના વિરપુર ગામના પુલ ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રભુભાઈ ચૌધરી (ઉ.વ.૪૦) નાઓ પોતાની પત્ની શર્મીલાબેન ચૌધરી સાથે રહેતા હતા. પરંતુ શર્મીલાબેન મહેશભાઈ સાથે અવર-નવાર ઝઘડો કરી માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોય જેથી પત્નીના ત્રાસથી કંટાળી જઈ મહેશભાઈએ ગત શુક્રવારે સાંજે ગળે ફાંસો ખાઈ મોતને ભેટ્યો હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.જોકે આ મામલે પોલીસને શંકા જતા પત્નીની જ ઉલટ તપાસ શરુ કરી હતી જેમાં ચોકવનારો ખુલાસો થયો છે.
મહેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસ અને પીએમ રીપોર્ટમાં ચોકવનારો ખુલાસો
પોલીસ તપાસમાં મરણ જનાર મહેશભાઈ ચૌધરી અને તેની પત્ની શર્મિલા ચૌધરી વચ્ચે અવાર નવાર ઘર કંકાસનો કાયમ ઝગડો થતો હોય અને ત્રાસ આપતો હોવાથી પતિથી કંટાળી ગઈ હતી જેથી મહેશ ચૌધરી ઘરમાં સુતો હતો તે વખતે પત્ની શર્મિલાએ તેના પીઠ ઉપર બેસી જઈ ઓઢણીના ટુકડા વડે ગળે ટુપો આપી મહેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસ અને પીએમ રીપોર્ટમાં ચોકવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે આરોપી પત્ની શર્મિલા ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500