અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર ધોળાપીપળા ગામ પાસે અકસ્માત થયો હતો. જેમાં સામેથી આવતી કારને બચાવવા જતાં ટ્રક પૂર્ણા નદીમાં ખાબકયો હતો. જયારે કાર ચાલક ઘટના બનતા ત્યાંથી નાસી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં સફરજન ભર્યા હોય કેટલાક લોકો ઘટના સ્થળેથી સફરજન લઈ નીકળી ગયા હતા. અકસ્માતની ઘટનાને લઈને કેટલાક સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. પરંતુ પોલીસે આવી જતા ટ્રાફિક હળવો કર્યો હતો અને સામેથી આવતી કારને બચાવવા જતા ટ્રકનો અકસ્માત થયો હોવાની વાત ચાલકે જણાવી હતી ચાલકને માથાનાં ભાગે સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે અકસ્માત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application