સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદીમાં ત્રણ મિત્રો ન્હાવા જતાં એક યુવક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલી રહી છે. હાલ સેલવાસમાં રહેતો મૂળ બિહારનો બીરબલ યાદવ (ઉ.વ.૨૧) અથાલ ગામે કંપનીમાં નોકરી કરે છે. જે બપોરે કંપનીમાંથી રજા લઈને એના બે મિત્રો સાથે નક્ષત્રવન ગાર્ડન નજીક દમણગંગા નદીમાં ન્હાવા ગયો હતો. પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે બીરબલ તણાઈ ગયો હતો. એના મિત્રોએ આજુબાજુ જોતા બીરબલ ન દેખાતા નદીની બહાર આવી તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. ફાયરની ટીમ પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. ચોમાસામાં ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાને કારણે નદીમાં ન્હાવા કે માછલી પકડવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. છતાં કેટલાક લોકો આવી રીતે નદીમાં ન્હાવા જતા દુર્ઘટનાનો શિકાર બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application