Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માથાકૂટની ફરિયાદ બાદ પોલીસ ત્યાં પહોંચી તો કહ્યું ફરિયાદ નથી કરવી

  • December 04, 2022 

કેશોદ ની એલ.કે.હાઈસ્કૂલમાં થયેલ માથાકૂટ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે મળતી વિગત મુજબ કેશોદની એલ.કે.હાઈસ્કૂલ માં મતદાન ચાલતું હતું દરમિયાન ત્યાં માથાકૂટ થઈ હોવાની 1:50 વાગ્યે રજૂઆત મળતા સેક્ટર મોબાઈલ ઇન્ચાર્જ દીપસિંહ ડોડીયા પોતાના સ્ટાફ સાથે તુરંત એલ.કે.હાઇસ્કુલ ખાતે પહોંચ્યા હતા તે દરમિયાન જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે સંપૂર્ણ શાંતિ હતી અને મતદાન પ્રક્રિયા પણ નિર્વિઘ્ને ચાલતી હોય કોઈ માથાકૂટ થતી હોવાનું જણાયું ન હતું.


જોકે મતદાન મથકની બહાર નીકળતા રમેશ ભોપાળા નામના કોંગ્રેસ ના કાર્યકર મતદાન એજન્ટ મળવા આવ્યા હતા તેમણે જણાવેલ કે ભાજપના કાર્યકરોએ અમારી સાથે માથાકૂટ કરી છે બાદમાં રમેશભાઈએ માથાકૂટ કરનાર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનને આવવા જણાવ્યું હતું જો કે અમારે કોઈ ફરિયાદ કરવી નથી તેમ કહી રમેશભાઈ ભોપાળા જતા રહ્યા હતા. આમ આ મામલે કોઈ ફરિયાદ થયેલ નથી તેમજ આ બનાવ પણ મતદાન મથકની 200 મીટર બહાર બન્યો હોવાનું કેશોદ પોલીસ સ્ટેશન ના પીઆઈ બીબી. કોળીએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application