આજરોજ બપોરે 12.30 કલાક આસપાસ બંધ થયેલ સોશિયલ મેસેજિંગ એપ WhatsApp અંતે બે કલાકનાં આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સ એપ ડાઉન રહેતા ભારતના અંદાજે 48 કરોડ અને વિશ્વનાં અન્ય યુઝર્સને હાલાકી પડી હતી. જોકે બે કલાક ઠપ્પ રહેલ સર્વર WhatsAppનાં ઈતિહાસના સૌથી મોટું સર્વર ડાઉન છે તેમ ડાઉનડિટેક્ટરે એક રિપોર્ટમાં કહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ WhatsAppની માલિકી મેટવર્સ પાસે છે. મેટાવર્સનાં નામે અગાઉ ઓળખાતા ફેસબૂકે 2014માં આ હસ્તાંતરણ કર્યું હતુ.
વિશ્વની સૌથી મોટી સોશિયલ મેસેજિંગ એપ WhatsAppનું સર્વર છેલ્લા એક કલાકથી ડાઉન થે હતી જેમાં બપોરે 12.30 થી 12.40 કલાક આસપાથી WhatsApp સમગ્ર ભારત અને વિદેશનાં અનુક યુઝર્સમાં ડાઉન છે. દેશભરનાં 48 કરોડ યુઝર્સને હાલ આ સર્વર ડાઉન થતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જયારે WhatsApp ડાઉન થવાની અનેક ફરિયાદો અને રમૂજી મેસેજો લોકો ટ્વિટર પર શેર કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application