Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં નિયમોના ઉલ્લંઘનનોલ મામલો સામે આવ્યા બાદ વોટ્સએપએ સપ્ટેમ્બર મહિનામાં 85 લાખથી વધુ બેડ એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યા

  • November 03, 2024 

ભારતમાં નિયમોના ઉલ્લંઘનનોલ મામલો સામે આવ્યા બાદ વોટ્સએપએ સપ્ટેમ્બર મહિનામાં 85 લાખથી વધુ બેડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નવા આઈટી નિયમ 2021 હેઠળ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મના માસિક અનુપાલન રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો. તારીખ 1થી 30 સપ્ટેમ્બર વચ્ચે કંપનીએ 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને યૂઝર્સને કોઈપણ રિપોર્ટ પહેલાં તેમાંથી 16 લાખથી વધુ એકાઉન્ટ પર સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો. મોબાઈલ મેસેજિંગ પ્લેટફોર્મના ભારતમાં 60 કરોડથી વધુ યૂઝર્સ છે. કંપનીને દેશભરમાંથી 8161 ફરિયાદો મળી હતી અને તેમાં 97 પર કાર્યવાહી કરવામાં આવી હતી. એક્શન માટેના એકાઉન્ટનો અર્થ એ છે કે જ્યાં વોટ્સએપએ કોઈ નક્કર કાર્યવાહી કરી હોય. કંપનીએ કહ્યું કે અમે અમારા કામમાં પારદર્શકતા જાળવી રાખીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application