સોનગઢ–કપડબંધ હાઇવે મુદ્દે આજે કોંગ્રેસ ના નેજા હેઠળ આદિવાસી સમાજે થાળી વેલણ વગાડી કલેકટર કચેરી બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો અને જે ઉદ્દે પોલીસ સાથે ઘર્ષણ ના બનાવો પણ બન્યા હતા.
વ્યારા ખાતે તાપી જિલ્લા સેવાસદન બહાર થાળી વેલણ વગાડી ને આદિવાસી લોકો એકઠા થયા હતા, આ લોકોની માંગ છે કે,સોનગઢ થી કપડબંધ વચ્ચે બનાર હાઇવે છે તેનું કામ બંધ કરવામાં આવે ,જેનું કારણ છે કે હાઇવે ને પગલે હજારો આદિવાસીઓની જમીન જાય છે,આને પગલે તેઓ વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે,પરંતુ તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે કોંગ્રેસ ના ધારાસભ્ય અનંત પટેલ, પુનાજી ગામીત તેમજ સુનિલ ગામીત સહિત કોંગ્રેસ ના આગેવાનો ની ઉપસ્થિતિમાં સખત વિરોધ કરાયો હતો અને વ્યારા પ્રાંત અધિકારીને તેમની માંગ સ્વરૂપ નું આવેદનપત્ર સ્વીકારવા ને માટે બહાર બોલવાની માંગ કરી હતી.
નિઝરના ધારાસભ્ય સુનિલ ગામીત સંકુલનો ગેટ કૂદી ને સંકુલમાં પ્રવેશ કર્યો હતો...
કાયદો વ્યવસ્થાની જાળવણી માટે થોડા સમય માટે પોલીસ સાથે આંદોલનકારીઓ નું ઘર્ષણ પણ થયું હતું, નિઝરના ધારાસભ્ય સુનિલ ગામીત સંકુલનો ગેટ કૂદી ને સંકુલમાં પ્રવેશ કર્યો હતો, આમ એક પછી એક દરેક આંદોલન કારીઓ પોલીસ સાથે ઘર્ષણ કરી સંકુલમાં પ્રવેશ્યા હતા,અને પ્રાંત કચેરીમાં ઘુસી નીચે બેસી પ્રાંત અધિકારીને તેમનું આવેદન બધા લોકો સમક્ષ સ્વીકારવાની અને આ મુદ્દે લોકોને સાંભળવાની જીદ કરી હતી,આખરે પ્રાંત અધિકારી કચેરી બહાર આવી આવેદન સ્વીકાર્યું હતું, આગેવાનોએ તેમની માંગ ન સંતોષાશે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500