Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, સુરત જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરાયા

  • September 16, 2022 

દક્ષિણ ગુજરાત સહીત રાજ્યમાં ભાદરવામાં ભરપુર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આગલા બે રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા જેથી રાજ્યના તમામ ડેમો,જળાશયો અને નદીઓ ઓવરફલો થઇ ગયા હતા ત્યારે ફરીએક વખત ઉપરવાસમાં સતત પડતા વરસાદને કારણે અનેક ડેમો ઓવરફલો થયા છે અને અનેક ડેમો હાઈએલર્ટ પર છે ત્યારે તાપી જીલ્લાનો ઉકાઈ ડેમ પોતાની ભયજનક સપાટીથી માત્ર સાડા ત્રણ ફુટ દૂર છે જેથી વહીવટી તંત્રએ પાણી છોડવાની શરૂઆત ફરી એકવાર કરી દીધી છે.




ડેમમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે જેથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવાઈ છે. સવારે ૧૦ કલાકે ડેમની સપાટી ૩૪૧.૧૮ ફૂટ પર પહોચી છે,ડેમમાં પાણીની આવક ૧,૧૭,૭૫૪ કયુસેક છે જ્યારે ડેમમાંથી પાણીની જાવક ૧,૭૦,૨૩૬ કયુસેક છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. ત્યારે ઉકાઈ ડેમના નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.




ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી સુરતનું તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી હાલ ૧ લાખ ૭૦ હજાર કયુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમના ૫૧ રેઇનગેજ સ્ટેશનોમાં વરસાદ અને હથનુર,પ્રકાશા,સરનખેડા સહિતના ડેમ,બેરેજમાંથી જે પાણી છોડાઇ રહ્યુ છે. તે પાણીની આવક જોતા સીડબલ્યુસીના ફોરકાસ્ટ મુજબ હજુ ઉકાઇ ડેમમાં ૩૦૦ મિલીયન કયુબીક મીટર ( એમસીએમ ) પાણીનો જથ્થો ઠલવાશે. આ જથ્થો ડેમમાં આવે તે પહેલા ખાલી કરવાની શરૃઆત કરાઇ રહી છે. જેથી કરીને સપાટી ભયજનક લેવલ સુધી ના પહોંચે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application