મુંબઈનાં થાણે, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર અને નવીમુંબઈ એમ.આઈ.ડી.સી. સહિતનાં અનેક વિસ્તારોમાં શનિ-રવિ દરમ્યાન પાણી પુરવઠો બંધ રહેશે. બારાવી ડેમની પાઈપ લાઈનનું સમારકામ અને જાળવણીના કામ માટે શનિવારે બપોરે 12 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. સમારકામ પૂરૃં થયા પછી સોમવાર સુધી પાણીનું દબાણ ઓછું રહેશે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમ.આઈ.ડી.સી.)તરફથી પાણી પુરવઠા યોજના હેઠળ બારવી ડેમની નવી પાઈપ નાખવામાં આવી છે.
તેમાંથી પાણી વહેતું કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. બીજી તરફ ચોમાસા પહેલાં જાંભુળ જળશુદ્ધિકરણ કેન્દ્રની અને પાઈપ લાઈનની દુરસ્તી અને જાળવણીનું કામ પાર પાડવા માટે થાણેના અને કલ્યાણ-ડોંબિવલી પાલિકાની હદના અમુક વિસ્તારો તેમ જ ડોંબિવલી એમ.આઈ.ડી.સી., તળોજા એમ.આઈ.ડી.સી. અને નવી મુંબઈ એમ.આઈ.ડી.સી. એરિયાનો તેમજ ભિવંડીના અમુક વિસ્તારનો પાણી પુરવઠો બંધ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application