ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ઉકાઇ ડેમ ૭૫ ટકા ભરાઇ ચૂકયો છે. સપાટી વોર્નિગ લેવલને પાર કરવાની સાથે જ લેવલની ટચોટચ વહી રહી હોવાથી સત્તાધીશો કોઇ જોખમ ઉઠાવવા માંગતા નહીં હોઇ તેમ મંગળવારે ઉકાઇ ડેમમાં ૬૦,૨૭૦ કયુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુરમાંથી હજુ પણ ૫૯ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે ઉકાઇ ડેમની સપાટી ૩૩૩.૮૭ ફુટ પર પહોચી છે.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં ગોપાલખેડા, કરનખેડા, ટેસ્કા, ચીખલધરા, દેડતલાઇમાં , સાગબારા, ગીરના ડેમ, દહીગાવ, સાવખેડામાંસહિત તમામ રેઇનગેજ સ્ટેશનમાં છુટોછવાયો વરસાદ વરસતા પડયુ હતુ. આ સાથે જ હથનુર ડેમમાંથી પણ તબક્કાવાર પાણી છોડવાનું ઘટાડીને ૫૯,૩૧૭ કયુસેક કરી દેવાયુ છે. વરસાદ ધીમો પડતા ઉકાઇમાં પણ પાણીની આવક ઘટી જવા પામી છે. મંગળવારે ઉકાઇ ડેમમાં બપોરે ૬૦,૨૭૦ કયુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્ના છે. આમ હથનુર ડેમની સપાટી ૨૧૦.૦૨ મીટર પર પહોચી છે. જયારે ઉકાઇનું રૂલ લેવલ મેન્ટેન કરવા સપાટીમાં ઘટાડો કરવા માટે પાણી છોડાતા ડેમની સપાટી ૩૩૩.૮૭ ફુટ પર પહોચી છે. આમ તાપી નદીમાં નવા નીર આવવાના કારણે કોઝવેની સપાટી ૮.૬૦ મીટર પર પહોચી છે. જેથી તાપી છેલ્લાં બે દિવસથી બે કાંઠે જાવા મળી રહી છે. આ ઉપરાંત કાંકરાપાર ડેમમાંથી ૭૦,૧૦૦ કયુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યુ છે. કાંકરાપાર ડેમની સપાટી ઘટીને ૧૬૪.૯૦ ફુટ પર પહોચી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500