Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૧.૨૭ કરોડની સિગારેટની લુંટના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • August 04, 2024 

નવી મુંબઇ ખાતેની કંપનીમાંથી રૂપિયા ૧.૬૪ કરોડથી વધુની કિંમતના સિગારેટના ૩૫૧ બોક્ષ ભરીને અમદાવાદ જવા નિકળેલા ટેમ્પોમાંથી વલસાડના સોનવાડા ઓવર બ્રિજ નજીક રૂપિયા ૧.૨૭ કરોડની કિંમતના ૨૭૩ બોક્ષની સનસનાટીભરી લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીના પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુંબઈના મસ્જીદ બંદર ખાતે ચાલતી ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા નવી મુંબઇ ખાતે એમ. આઈ.ડી.સી.માં સ્થિત જી.પી.આઈ. કંપનીમાંથી, ભિવંડી ખાતે ચાલતા કિરણ રોડલાઈન્સ નામના ટ્રાન્સપોર્ટના વ્યવસાયી કિરણ કિશન કાટેકરના ટેમ્પોમાં ગત તા.૦૬-૦૯-૨૧એ રાત્રે ૯-૨૧ કલાકે સિગારેટના બોક્ષ જેની કિંમત રૂપિયા ૧,૬૪,૨૪,૯૯૯/-નો જથ્થો ભરાવીને અમદાવાદના અસલાલી ખાતે રવાના કર્યો હતો. આ દરમિયાન ગત તા ૦૭/૦૮/૨૦૨૧ના રોજ ટેમ્પોના ડ્રાઈવર રાજકુમારસીંગ શ્રીરામ વિશ્વાસસીંગ તથા કલીનર દિનેશસીંગ જગન્નાથસીંગ, (બંને રહે.જલવાર ગામ, જિ.રીવા, એમ.પી.)ના જણાવ્યાનુસાર, વલસાડના ધમડાચી હાઇવે પર મળસ્કે પ વાગ્યે આવી પહોંચેલા એક ઈનોવા અને એક એક્સયુવી કારમાંથી ઉતરેલા ૬થી ૭ ઇસમોએ બંનેના હાથ બાંધી મોઢાં પર સેલોટેપ બાંધીને ઇનોવા કારમાં અપહરણ કરી આગળ ઉતારી દીધા હતા.


આ આખી ઘટનામાં ટેમ્પો ચાલક-ક્લીનરે તેમના અપહરણ અને સિગારેટ ભરેલ ટેમ્પોના લૂંટની સ્ટોરી ઉપજાવી કાઢેલી હોવાનું બહાર આવ્યુ હતું. ટ્રાન્સપોર્ટર કિરણ કિશન કાટેકરેની ફરિયાદ લઈ પોલીસે ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ અને ત્રણ વર્ષથી નાસતો ભાગતો આરોપી વિકાસ ઉર્ફે ભુરીયાસુરેશ હાડા (રહે. ભૈરવાખેડી, ધતુરીયા રોડ તા. ટોનકખુર્દ જી દેવાસ મધ્યપ્રદેશ)ની ટોકરખુર્દ પોલીસે આર્મએક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ધરપકડ કરી હોવાની વિષત, ડુંગરી પોલીસ મથકના પી.એસ.આઈ.ને મળી હતી. તેમણે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application