વાલોડ તાલુકામાં રોડની સાઈડે લગાવવામાં આવતા એંગલ કપુરા રૂપવાડા જતા રોડની બાજુમાં આવેલ લોખંડના થાંભલા વરસાદના કારણે પડી ગયેલા હોય તે કાઢી વેચવાની પહેરવી કરનારા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
બાતમીના આધારે વાલોડ પોલીસ દ્વારા વાલોડ-કણજોડ રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે તપાસ કરવામાં આવતા રોડની બાજુમાં લોખંડના એંગલ પડેલ હોય અને આ સ્થળ પર બે ઇસમો હાજર હોય એ બંને ઈસમોને ઝડપી પોલીસે પૂછપરછ કરતા એંગલની માલિકી બાબતે કોઈ ખરીદી બિલ કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરતા આ એંગલો શંકાસ્પદ જણાતા બંને ઈસમોના નામ ઠામ પૂછતા સમીરભાઈ કુથીયાભાઈ ગામીત આશ્રમ ફળિયું અંબાચ તથા નીલકેશભાઈ નવીનભાઈ ગામીત સડક ફળિયું-અંબાચના હોવાનું જણાવ્યું હતું.તેમની પાસેથી મળી આવેલ લોખંડના એંગલ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ માર્ગ અને મકાન વિભાગના રોડની સાઈડે લગાવવામાં આવતા એંગલ હોવાનું જણાવતા,આ લોખંડના એંગલો કુલ નંગ ૧૧૩ હોવાનું અને એંગલ આશરે ચાર ફૂટ લંબાઈના હોય આ એંગલો કબજે કર્યા હતા.
પુછપરછ દરમિયાન આ બંને ચોરોએ કપૂરાથી રૂપવાડા જતા રોડની બાજુમાં લગાવેલ લોખંડના થાંભલા વરસાદને કારણે પડી ગયેલ હોય તે કાઢીને ભાડાની ઓટો રીક્ષામાં વાલોડ ખાતે લઈ આવી ભંગારવાળાને ત્યાં વેચવા આવ્યા હોવાની હકીકત જણાવતા એંગલ ચોરી અંગે છળ કપટથી મેળવેલ હોવાનો અને બીલો ન હોવાથી સ્થળ પરથી કુલ ૧૧૩ થાંભલાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500