નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાના સંયુક્ત ઊપક્રમે વઘઇ મુકામે એક ક્ષેત્રીય તાલીમ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઘઇના સખી મંડળના ચેરમેન શ્રીમતી ભારતીબેન દ્વારા નાગલીની જુદી જુદી મુલ્યવર્ધિત પેદાશ વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડવામાં આવી તથા આ નાગલીની મુલ્યવર્ધિત પેદાશ કઈ રીતે બનાવવી તેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.
અત્રેના કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જી. જી. ચૌહાણે નાગલીની મુલ્યવર્ધિત પેદાશથી ખેડૂત ભાઇ-બહેનોનો આર્થિક વિકાસ કઇ રીતે થાય તે માટે માહિતગાર કર્યા તથા ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. પી. ડી. વર્માએ ક્ષેત્રિય તાલીમ કાર્યક્રમનુ મહત્વ સમજાવી સદર તાલીમથી થતા ફાયદાઓ અંગે બધાને માહિતગાર કર્યા હતા અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા દોડીપાડા તથા વઘઇમાં ચાલતા સ્વ-સહાય જુથોની મુલાકાત કરાવી તથા તેઓ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓથી વાકેફ કરાવ્યા હતા અને મહિલાઓ આત્મનિર્માણ બને તે માટેની પ્રયોગિક તાલીમ આપવામાં આવી હતી અને સાથે સાથે વાંસમાંથી બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ કઇ રીતે બનાવવી તેની પ્રયોગિક માહિતી આપી વાકેફ કરવામાં આવ્યા હતા કે.વી.કે.ડેડિયાપાડાની મહિલાઓએ રસપૂર્વક કે.વી.કે. વઘઇની મુલાકાતથી સંતોષીત થઇને અન્ય મહિલાઓને પણ માહિતગાર કરવા માટે વચન બધ્ધ થયા હતા.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application