રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી જાન્યુઆરી માસ-વર્ષ 2024 દરમિયાન આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત સમિટ'ના ભાગરૂપે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આગામી તારીખ ૦૨થી ૧૨ ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આગામી તા.૦૨જી ઓક્ટોબરના રોજ ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ તાપી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
''વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ તાપી" કાર્યક્રમમાં, આંટ્રપ્રોનોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 'વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ' બ્રાન્ડિંગ અંગે, હસ્તકલા કારીગરીના તેમજ નાના મોટા ઉદ્યોગોને વિવિધ બેંકો તરફથી તથા વિવિધ સરકારી કચેરીઓ મારફત અમલીકૃત યોજનાઓની માહિતી પૂરી પાડતાં આનુષંગિક સ્ટોલ પ્રદર્શનનું આગામી તા.૦૨ અને ૦૩ ઓક્ટોબર સુધી ડો.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે મુલાકાત લઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application