મૂળ વ્યારાના રૂપવાડા ગામના આશરે 22 થી25 વર્ષની ઉંમરના યુવકો લગ્નમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેમના ગળે ફાંસો ખાયેલ હાલતમાં મૃતદેહો મળતા અનેક તર્ક વિતર્કોએ જોર પકડયું છે.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના ગોવાળદેવ ગામે ગોવાળદેવ મંદિરના પાછલા ભાગેથી મૂળ રૂપવાડા ગામના બે મિત્રો જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી અને અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી ની લાશ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, જેને પગલે અનેક તર્ક વિતર્કો ઉઠ્યા હતા. અસરે 21 થી 22 વર્ષની ઉંમરના આ બન્ને યુવકો ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવાનું કહીને નીકળ્યા બાદ સાંજના અરસામાં તેમની લાશ મંદિરના પાછળના ભાગે આવેલ અવાવરું જંગલ માંથી ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી,
જે અંગે પોલીસને જાણ કરાતા વ્યારા પોલીસે મૃતકોની બોડી નો કબજો લઈને પીએમ સહિતની કામગીરી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500