Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : બાઈક સ્લીપ થતા ચાલકનું સારવાર દરમિયાન મોત

  • August 02, 2022 

વ્યારાના પનીયારી ગામના માર્ગે પર બાઈક સ્લીપ થઇ જતા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,મળતી માહિતી મુજબ વ્યારાના પનીયારી ગામના નીચલા ફળીયામાં આવેલ મેદાન પાસે રોડ ઉપર ગત તારીખ તા.૨૩/૦૫/૨૦૨૨ નારોજ કિષ્ના ભરતભાઇ ગામીત (ઉ.વ.૧૬)રહે.પનિયારી ગામ નીચલુ ફળીયું તા.વ્યારા નાનો પોતાના કબ્‍જાની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી નંબર GJ-26-AD-1316 ને ડ્રાઇવીંગ લાયસન્સ વગર હંકારી લઇ જતો હોય,



તે દરીયાન પનિયારી ગામ નીચલા ફળીયામાં આવેલ મેદાન પાસે રોડ ઉપર પોતાના કબ્‍જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્‍લીપ ખાઇ જતા નીચે પડી જતા કિષ્ના ગામીતના માથામાં ડાબી બાજુ તથા પેટની ડાબી તરફ તથા ડાબા હાથે ઓછી વત્‍તી ઇજાઓ થતા સારવાર માટે જનરલ હોસ્‍પીટલ વ્‍યારા ખાતે લઇ જતા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સુરત નવી સીવીલ હોસ્‍પીટલ ખાતે રીફર કરતા સારવારમાં દાખલ કર્યો હતો જોકે સારવાર દરમ્યાન તા.૧૬/૦૬/૨૦૨૨ ના કિષ્ના ભરતભાઇ ગામીતનું મોત નિપજ્યું હતું.


બનાવ અંગે ભરતભાઇ કીકાભાઇ ગામીતની ફરિયાદના આધારે તા.૩૧/૦૭/૨૦૨૨  નારોજ વ્યારા પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application