જીલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ ઉપર, જીલ્લા સેવા સદનની બાજુમાંથી પોલીસ કોન્સ્ટેબલ યશવંત સોનુભાઇ પવાર નોકરી-પોલીસ હેડકવાર્ટર,વ્યારા જી.તાપી વર્ગ- 3 ના ને રૂપિયા 10 હજારની લાંચની રકમ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડી તેની વિરુધ્ધ તા.18મી ડીસેમ્બર ના રોજ અટક કરી મુદત અંદર રીમાન્ડ યાદી સાથે નામદાર કોર્ટમાં રજુ કરતાં આરોપીના તા.22-ડીસેમ્બર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરેલ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલતા તેને સબજેલ વ્યારા ખાતે મુકવામાં આવ્યો હતો.
આરોપી યશવંતભાઈ સોનુભાઇ પવારે રેગયુલર જામીન અરજી દાખલ કરેલ. જેમાં તપાસ અધિકારી સુશ્રી એસ.એચ.ચૌધરી દ્વારા સોગંદનામુ ફાઇલ કરતાં તથા સરકારી વકીલ શ્રી વી.એમ.ત્રિવેદીની ધારદાર દલીલો ધ્યાનમાં લઈ નામદાર પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વ્યારા, જિ.તાપી નાઓએ આરોપીની રેગ્યુલર જામીન અરજી "ના-મંજૂર” કરી હતી.
જોકે આ મામલે આરોપી પોલીસકર્મીએ વસાવેલી બેનામી સંપતી ની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500