Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:બામણામાળનજીક ડમ્પર અડફેટે બાઈક સવાર બે યુવકોના મોત,ડમ્પર ચાલક ફરાર

  • October 30, 2020 

વ્યારાના બામણામાળનજીક ડમ્પર અડફેટે બાઈક સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા વ્યારા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.

 

 

મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના બામણામાળનજીક ગામની સીમ માંથી આંબીયા ગામ તરફ જતા રોડ ઉપર આજરોજ એક ડમ્પર નંબર જીજે/03/બીટી/2711 ના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુર ઝડપે અને બેફીકીરાઈથી હંકારી લાવી સામેથી આવતી એવેન્જર મોટર સાયકલ નંબર જીજે/06/જેએચ/28 76 ને અડફેટમાં લીધી હતી.

 

 

જેના કારણે બાઈક ઉપર સવાર (1) દર્પણભાઈ સતીષભાઈ ચૌધરી (ઉ.વ.21) રહે, આંબીયા ગામ, કંટોલ ફળિયું તા.વ્યારા અને (૨) જેનીસભાઈ જીગ્નેશભાઇ ચૌધરી (ઉ.વ.18) રહે, કેળકુઈ ગામ,ગોડાઉન ફળિયું તા.વ્યારા, નાઓ બંને જણા રોડ ઉપર પટકાતા તેઓના શરીરે ગંભીર ઈજાઓ થતા એક યુવકનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું જયારે બીજા યુવકનું ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

બનાવ અંગે રસિકભાઈ રાયસિંગભાઈ ચૌધરી રહે, આંબીયા ગામ, કંટોલ ફળિયું તા.વ્યારા ની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application