Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ખાનપુર પાસે નહેરના બ્રીજ ઉપરથી કાર 70 ફૂટ નીચે નદીમાં ખાબકી,ચાલકનો આબાદ બચાવ

  • February 09, 2021 

વ્યારાના ખાનપુર ગામની સીમમાં આવેલ ઝાંખરી નદીના ઉકાઈ ડાબા કાંઠા નહેરના બ્રીજ ઉપરથી કાર 70 ફૂટ નીચે ખાબકી હતી, જોકે આ બનાવમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

 

 

 

મળતી માહિતી અનુસાર વ્યારાના ખાનપુર ગામની સીમમાં આવેલ ઝાંખરી નદીના ઉકાઈ ડાબા કાંઠા નહેરના બ્રીજ ઉપરથી તા.7મી ફેબ્રુઆરી ની રાત્રે આશરે 8:30 કલાકના અરસામાં એક કાર નંબર જીજે/05/આરએફ/1860, આશરે 60-70 ફૂટ નીચે ખાબકી હતી, ઘટના થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને કારમાં ફસાયેલા કાર ચાલકને બહાર કાઢ્યો હતો, આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ વળી ગયો હતો, બનાવ અંગે બીજા દિવસે વ્યારા પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી, કલાકોની તપાસ બાદ સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું કે,

 

 

 

 

સુરતના શહેરના ત્રિકમનગર-2, સ્વસ્તિક સોસાયટીમાં રહેતો મયુરભાઈ જમનભાઈ જૈસુરા નામનો શખ્સ કાર લઈને સુરત થી કસવાવ ખાતે કામ અર્થે આવતો હતો તે દરમિયાન અકસ્માત નડ્યો હતો,કાર ચાલક સિવાય અન્ય કોઈ વ્યક્તિ કારમાં ન હતું, હાલ વ્યારા પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application