સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કોરોના પહેલા આ બસ શરૂ હતી પરંતુ ત્યારબાદ ફરી મુસાફરોની માંગ થતાં આ બસને ફરીથી કાયમી ધોરણે ચાલુ કરવામાં આવી છે. બસના નવા રૂટ શરૂ કરવાના પ્રસંગે મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, આસલવા, કિકાકુઇ, અગાસવાણ, માંડલ, વ્યારા તેમજ સોનગઢના નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે લોકલ બસનો આ રૂટની માંગ થતાં આ બસ શરૂ કરવામાં આવી છે. તેમણે સર્વે નાગરિકોને બસનો લાભ લેવા તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. ગ્રામજનોએ પણ બસને ફરીથી કાયમી ધોરણે ચાલુ કરવામાં બદલ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બસને લીલી ઝંડી આપવા માટે રાજ્યકાક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિ ઉપરાંત સોનગઢ તાલુકાના પ્રમુખ, જિલ્લા પંચાયત સુરતના ઉપપ્રમુખ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ્યજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application