વ્યારાના માયપુર ગામે આવેલ એસ્સારના પેટ્રોલપંપ પર શનિવારે સવારે રેઇનકોટ પહેરી કાળા પ્લસર બાઇક પર આવેલા બે લૂંટારુઓએ બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે દિલધડક લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે આરોપીઓને ગણતરીના કલાકોમાં સાપુતારામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમને રવિવારે કોર્ટમાં રજુ કરવામાં આવતા વ્યારા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપીઓએ ઔરંગાબાદ, જાલના અને નાંદેડ માંથી પણ લૂંટ ચલાવી હોવાની કબુલાત કરી હતી.
પોલીસને ચોરી અને લૂંટના અન્ય ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
વ્યારાના માયપુર ગામ પાસેના પેટ્રોલપંપ લુટ કેસમાં સપુતારામાંથી પકડાયેલા બંને લૂંટારાઓએ માયપુરમાં પંપના કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોન,પર્સ તેમજ ટેબલના લોકર માંથી રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૦,૪૦૦/- (એક લાખ ચારસો રૂપિયા)ની લૂંટી ચલાવી પ્લસર બાઇક પર પલાયન થઈ ગયા હતા. આરોપીઓ રાજ્યના બહાર પલાયન થાય તે પહેલાં સાપુતારામાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.રિમાન્ડ દરમિયાન આરોપીઓ કબુલ્યું હતું કે. આ અગાઉ ઔરંગાબાદમાં પણ પેટ્રોલ પંપ પર રૂપિયા ૧.૨૬ લાખની લૂંટ કરી હતી, જયારે જાલનામાં એક બિયરબાર પરથી મોબાઈલ અને ૫-૬ હજારની લૂંટ, તેમજ નાંદેડમાંથી પલ્સર બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આમ વ્યારા પોલીસને ચોરી અને લૂંટના અન્ય ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓ
વ્યારાના માયપુર પાસે પેટ્રોલ પમ્પ લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપીઓ (૧) નવપ્રિતસિંગ તરસેમસિંગ ચીના ઉર્ફે મનદીપસિંગ સુરજીતસિંગ જાટ (૨) મોહિત ઉર્ફે મણી વિજયભાઈ શર્મા બંને રહે,અમૃતસર-પંજાબ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500