વ્યારા ખાતે સાંઈ મોલ શોપિંગ કોમ્પ્લેક્સમાં કમ્પ્યુટર એસેસરીનો ધંધો કરતો દીક્ષિતભાઈ ચીમનભાઈ ગામીતનો ઓળખીતો મિત્ર અનિલભાઈ નરસિંહભાઈ ચૌધરી (રહે.કેવડિયા, તા.માંડવી, જિ.સુરત) રેતી કપચીનો ધંધો કરે છે જે છ વર્ષ પહેલા માર્ચ-2017માં અનિલ ચૌધરીને રેતી કપચીનો મોટો ઓર્ડર મળ્યો હતો જેથી નાણાંની જરૂરિયાત ઊભી થતા મિત્ર દીક્ષિતે વિશ્વાસ કરીને ઓછીના રોકડમાં રૂપિયા 13,65,000/- આપ્યા હતા. જોકે ધંધામાં નુકસાન થતાં અનિલ ચૌધરીએ સમય પર મિત્ર દીક્ષિતને નાણાં ચૂકવ્યા ન હતા.
જયારે વારંવારની માંગણી બાદ પણ નાણાં ન મળતા દીક્ષિતે પોલીસ મથકે અનિલ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી આપી હતી. ત્યારબાદ અનિલે અલગ-અલગ બેંક ખાતાના કુલ ત્રણ ચેક રૂપિયા 13,65,000/-ના આપ્યા હતા જેથી બંને વચ્ચે સમાધાન થયું હતું પરંતુ ત્યારબાદ બેંકોમાં નાંખેલા ત્રણ ચેક બાઉન્સ થયા હતા અને મામલો કોર્ટમાં ગયો હતો જે ગુનામાં ગુરુવારે વ્યારા ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી અનિલનરસિંહભાઈ ચૌધરીને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ રૂપિયા 20.47નો દંડ કર્યો હતો તથા દંડની રકમ જમા કરાવી તેમાંથી ફરિયાદીને વળતર પેટે રૂપિયા 15 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો અને દંડની રકમ જમા ન કરાવે તો ત્રણ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500