Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી, મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • August 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં નવી વસાહતમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારાનાં નવી વસાહતમાં રહેતા વર્ષાબેન સુરેશભાઈ ચૌધરી નાઓ ગત તા.04/08/2023નાં રોજ પોતાના ઘરમાં બારી પાસે આવેલ બોર્ડમાં બે વાગ્યે મોબાઈલ ફોન ચાર્જીંગમાં મૂકી ઘરના વાડાનાં કામ કરતા હતા.


જોકે ત્યારબાદ ફોન કરવા માટે અઢી વાગ્યાના અરસામાં મોબાઈલ ફોન લેવા જતાં નાં મળતા વર્ષાબેનએ બાળકો અને પતિને પૂછતા તેમની પાસે પણ મોબાઈલ ફોન નાં હતો. જેથી ચાર્જીંગમાં મુકેલ રૂપિયા 10,000/-નો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે વર્ષાબેન ચૌધરી નાંએ તારીખ 15/08/2023નાં રોજ વ્યારા પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application