Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : બરસાના રેસીડન્સીની સામે મારામારી થતાં મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો, એક સામે નોંધાયો ગુનો

  • November 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરનાં કાનપુરા વિસ્તારના ખટાર ફળિયાનાં બરસાના રેસીડન્સીની સામે મારામારી થયાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુરા વિસ્તારનાં ખટાર ફળિયામાં રહેતો પ્રકાશભાઈ કોટલાભાઈ ચૌધરી નાએ પોતાની પત્નીનાં સંબંધ હોવાના વહેમમાં રવિવારનાં રોજ મોડી સાંજે બરસાના રેસીડન્સી સામે અજયભાઈ રમેશભાઈ ગામીત અને સુનીલભાઈ રમેશભાઈ ગામીત (બંને રહે.ખટાર ફળિયું, કાનપુર, વ્યારા) બંને ભાઈઓને જાનથી મારી નાંખવાના ઈરાદે સિમેન્ટ ઉંચકવાના લોખંડનાં આંકડાથી માથામાં, પગમાં અને ગળામાં મારતા ગંભીર ઈજાઓ પહોંચતા વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે અજયભાઈની પત્ની કવિતાબેનએ વ્યારા પોલીસ મથકે પ્રકાશ ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application