વ્યારાની નવી વસાહત કાનપુરા વિસ્તારમાં જૂની અદાવત રાખી થયેલ મારામારીની ઘટનામાં વ્યારા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ચાર જણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે આ મારામારીની ઘટનામાં ત્રણ જણાને ગંભીર ઈજા પહોંચતા વ્યારાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વ્યારાની નવી વસાહત કાનપુરા વિસ્તારમાં ગત તા.૧૧/૦૬/૨૦૨૨ નારોજ આરોપી સંજુ રામરતન કુશવાહ નાએ આશિષભાઇ સાથે બોલાચાલી કરી લાકડુ લઇને મારવા આવતાં આશિષભાઇ તેમની મોપેડ નવી વસાહતમાં આરોપીના ઘરની પાસે આવેલ સ્કુલ પાસે મુકી આવ્યા હતા.
જોકે રાત્રીના અરસામાં ભાવેશભાઇ સંતોષભાઇ પરદેશી, આશિષભાઈ તથા લાલુ રમેશભાઈ પંચાલ સાથે મોપેડ લેવાં જતા હતા તે વખતે નવી વસાહતના (આરોપીઓ) ચાર જણાએ અગાઉ બાકડા ઉપર બેસવા બાબતે ભાવેશભાઇ પરદેશીના ભાઇ આશિષ સાથે બોલાચાલી થયેલ જેની અદાવત રાખી હાથમાં લાકડાનાં ડંડા લઇને દોડી આવ્યા હતા અને આશિષભાઇને મારી નાખવાના ઇરાદે માથામાં લાકડાના ફટકા મારી ડાબા કાન પાસે ઇજા પહોંચાડી હતી તેમજ આશિષભાઇને લાકડાનો ફટકો મારવા જતા ભાવેશભાઇએ પોતાનો ડાબો હાથ આડો કરી દેતાં તેમને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. તેમજ લાલુ રમેશભાઇ પંચાલને કપાળના ભાગે લાકડાનો ફટકો મારી ઇજા ગંભીર ઈજા પહોંચાડી હતી.
આજરોજ સવારે સારવાર દરમિયાન ૨૩ વર્ષીય આશિષભાઈ પરદેશી નામના યુવકનું મોત નિપજ્યું
આ મારામારીની ઘટનામાં ત્રણ જણાને ગંભીર ઈજા પહોંચતા વ્યારાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જોકે આજરોજ સવારે સારવાર દરમિયાન ૨૩ વર્ષીય આશિષભાઈ પરદેશી નામના યુવકનું મોત નિપજ્યું હતું, આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હત્યાનો ગુનો કોની કોની સામે ગુનો નોંધાયો ??
(૧) સંજુ રામરતન કુશવાહ (૨) સંતોષ રામરતન કુશવાહ (૩) સરોજ રામરતન કુશવાહ (૪) રામરતન કુશવાહ તમામ રહે. રહેવાસી – નવી વસાહત કાનપુરા-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500