સબસીડી મંજુર કરાવી આપવા 40 હજારની લાંચની રકમ માંગનાર વ્યારાના બાગાયત અધિકારી અને તેના ખાનગી માણસને વ્યારાની ખેતેશ્વર હોટલ પાસેથી જીલ્લા એસીબીએ ઝડપી પડતા લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર ફરીયાદીએ ખેતરમાં પેકીંગ હાઉસ બનાવવા માટે અરજી કરેલ જે પેકીંગ હાઉસ બનાવવા માટે જે ખર્ચ થાય તેના 50 ટકા રકમની સરકારશ્રી સબસીડી આપે છે. જેમાં ફરીયાદીના પિતાના નામે રૂપિયા 2 લાખ તેમજ તેમના મિત્રના નામે રૂપિયા 2 લાખ સબસીડી મંજુર થયેલ જે મંજુર કરાવી આપવામાં પોતે મદદ કરેલ છે તેમ જણાવી પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરી, બાગાયત અધિકારી, વર્ગ-2, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા નાએ બન્ને પાસેથી મળી કુલ રૂપિયા 50 હજાર ની લાંચની માંગણી કરેલ, રકઝક બાદ રૂપિયા 40 હજાર લાંચની રકમની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તાપી એ.સી.બી. પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન (1) પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરી,બાગાયત અધિકારી, વર્ગ-2, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા નાઓએ નરેન્દ્ર ઉર્ફે નન્દુ ભીલાભાઇ ગામીત (ખાનગી વ્યક્તિ) નાઓને ખેતેશ્ર્વર હોટલમાં, વિરપુર રેલ્વે ક્રોસીંગ પાસે-વ્યારા ખાતે લાંચની રકમ લેવા મોકલેલ અને ફરીયાદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને નરેન્દ્રએ લાંચની રકમ સ્વીકાર્યા બાદ પરિક્ષિતભાઇ ચૌધરી,બાગાયત અધિકારી સાથે લાંચની રકમ મળી ગયાની અને આ લાંચની રકમ ક્યાં આપવી તે અંગે ફોન ઉપર વાત કરેલ હતી.
ટ્રેપીંગ અધિકારી શ્રી વી.એ.દેસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર, તાપી એ.સી.બી.પોલીસ સ્ટેશન અને સ્ટાફના માણસોએ બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500