દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. પાંચ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો પર મતદાન થશે. જ્યારે ૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ૧૭ જાન્યુઆરી છે, આ સાથે જ ઉત્તર પ્રદેશની મિલકીપુર અને તામિલનાડુની ઇરોડે વિધાનસભા બેઠક પર પણ પાંચ ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાશે. દિલ્હી વિધાનસભામાં કુલ ૭૦ બેઠકો છે જેમાં ૫૮ સામાન્ય અને ૧૨ અનામત બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા ૧.૫૫ કરોડ છે જેમાં ૮૩.૪૯ લાખ પુરુષો અને ૭૧.૭૪ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨૬૧ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે.
કુલ મતદારોમાં ૨૫ લાખ યુવા મતદારો છે, બે લાખ જેટલા યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની બે બેઠકો બડગામ અને નાગરોટામાં હિમવર્ષાને પગલે હાલ ચૂંટણી નહીં યોજાય, આ માટે બાદમાં અલગથી પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત બંગાળની બાસિરહટ અને ગુજરાતની વિસાવદર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે જોકે બન્ને બેઠકોને લઇને ચૂંટણી સંલગ્ન અરજીઓ પેન્ડિંગ હોવાથી હાલ અમે કોઇ નિર્ણય ના લઇ શકીએ. દિલ્હી વિધાનસભામાં કુલ ૭૦ બેઠકો છે જેમાં ૫૮ સામાન્ય અને ૧૨ અનામત બેઠકો છે.
કુલ મતદારોની સંખ્યા ૧.૫૫ કરોડ છે જેમાં ૮૩.૪૯ લાખ પુરુષો અને ૭૧.૭૪ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨૬૧ ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. કુલ મતદારોમાં ૨૫ લાખ યુવા મતદારો છે, બે લાખ જેટલા યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની બે બેઠકો બડગામ અને નાગરોટામાં હિમવર્ષાને પગલે હાલ ચૂંટણી નહીં યોજાય, આ માટે બાદમાં અલગથી પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત બંગાળની બાસિરહટ અને ગુજરાતની વિસાવદર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે જોકે બન્ને બેઠકોને લઇને ચૂંટણી સંલગ્ન અરજીઓ પેન્ડિંગ હોવાથી હાલ અમે કોઇ નિર્ણય ના લઇ શકીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500