જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યા બાદ પ્રથમ વખત કારગિલમાં હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી કરાવવામાં આવી રહી છે. વર્ષ-2019 બાદ આ પહેલી વખત છે જ્યારે લદ્દાખમાં ચૂંટણી થઈ રહી છે. સવારથી જ મતદાન કેન્દ્રો બહાર લાંબી લાઈનો નજર આવી રહી છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કારગિલની આ ચૂંટણીમાં કોંગ્રેસ 22 બેઠકો પર જ્યારે નેશનલ કોન્ફરન્સ 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અહીં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
બીજી તરફ ભાજપે 17 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. 4 બેઠકો પર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. સઘન સુરક્ષા વચ્ચે મતદન સમય પર શરૂ થઈ ગયુ હતું. આ ચૂંટણીમાં 95 હજાર મતદાતા 85 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. બે કલાકમાં જ 12 ટકા મતદાન થઈ ગયુ છે. મતદાનને લઈને યુવાઓમાં જોશ નજર આવી રહ્યો છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ પોતાનો મત નાખ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત નજર આવ્યા હતા. લદ્દાખના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, દેશના ભવિષ્યના નિર્માણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
આમ તો આ ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એકસાથે લડી રહી છે પરંતુ જે સીટો પર ભાજપના ઉમેદવારો નથી ત્યાં બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે માત્ર એક જ બેઠક પર જીત મેળવી હતી. જોકે આ વખતે તેમને આશા છે કે, બેઠકોની સંખ્યા વધશે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ભાજપને આ મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી દૂર રાખવા માંગે છે. રવિવારે એટલે કે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. લદ્દાખના કારગીલમાં થઈ રહેલા જબરદસ્ત મતદાનનું ઘણું મહત્વ છે. એક તો લાંબા સમય અને પરિવર્તનને કારણે લોકોમાં વધારે ઉત્સાહ છે. બીજું કે, તેઓ પરિવર્તનની અપેક્ષા રાખે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500