આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ફાળવાયેલી મોબાઈલ નિદર્શન વાન, ડાંગ જિલ્લાના ગામોમાં ફરી નાગરિકોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ડાંગ જિલ્લામા હાલ વઘઇ તાલુકાના બુથ ઉપર મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ફરી રહી છે. વઘઇ તાલુકાના કોસીમપાતળ, જામનપાડા, ઝાવડા, વાંઝટઆંબા, કોયલીપાડા, ચિકાર, અને બોરિગાંવઠા બુથ પર લોકોને મતદાનની પ્રક્રિયા અંગે સમજણ આપવામા આવી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે પણ નિયુક્ત ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ પંચાયતોમાં જઈને પણ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરી, નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ડાંગ જિલ્લા મદદનીશ મતદાર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ દ્વારા મતદાન વાન નિદર્શનની કામગીરીમાં, સ્થાનિક પદાધિકારીશ્રીઓને અપીલ કરી, વધુમા વધુ લોકોને જાગૃત કરવા અંગેની અપીલ કરવામા આવી છે. સાથે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ વેળા લોકો જાગૃત થઇ મહત્તમ મતદાન કરવા માટે પ્રેરાય તેવી પણ અપીલ કરવામા આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500