મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે ઘરે બેઠાં જોઇ શકશે, મતદારો માટે સર્ચ એન્જિન તૈયાર કરાયું
મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે ઘરે બેઠાં જોઇ શકશે, મતદારો માટે સર્ચ એન્જિન તૈયાર કરાયું
January 13, 2021
મતદારો વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજયની એકમોની મતદાર યાદીમાં પોતાનું નામ કયાં વોર્ડ/મતદાર મંડળમાં છે તે જોઇ શકે તે હેતુથી મતદારો માટે સર્ચ એન્જિન તૈયાર કરીને રાજય ચૂંટણી આયોગની વેબસાઇટ http://sec.gujarat.gov.in ના હોમ સ્ક્રીન પર મૂકવામાં આવેલ છે.
મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે (1) http://sec.gujarat.gov.in અને (2) http://secsearch.gujarat.gov.in/searchવેબસાઇટના માધ્યમથી જોઇ શકશે તેમ ગાંધીનગર, રાજય ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોશીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.