Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં જાહેર સ્થળોએ રંગોળી બનાવી ‘મતદાન જાગૃતિ’નો સંદેશો પાઠવવામાં આવ્યો

  • May 03, 2024 

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો.વીપીન ગર્ગ તેમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના નેતૃત્વમાં વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી છે. સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧ વ્યારા અને ૧૭૨ નિઝર વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન પ્રત્યેકની જાગૃતતા કેળવવામાં આવી છે.


જિલ્લા સેવાસદન, સિનિયર સિટિઝન ક્લબ રામતળાવ તેમજ ERIS Mall સહિતના જાહેર સ્થળોએ 15 day Intensive Campaign અંતર્ગત "Large Rangoli" સ્પર્ધા/ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી દ્વારા "અવસર લોકશાહીનો, મારા ભારતનો”, “દેશ કા મહા ત્યૌહાર", "ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ" “લોકતંત્ર કે ત્યૌહાર કા ઉત્સવ મનાયે, મતદાન અવશ્ય કરને જાયે” જેવા વિવિધ સ્લોગનો સાથે જિલ્લાના મતદાતાઓને જાગૃતિ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના ચિત્ર શિક્ષકોએ ખૂબ જ સરસ અને પ્રસંશનીય કામગીરી કરી પોતાનો નોંધપાત્ર ફાળો આ કાર્યક્રમમાં આપ્યો હતો.


લોકશાહીએ ભારત દેશની તાકાત છે, લોકશાહીમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ હોય છે. લોકશાહીને મજબુતી પ્રદાન કરવા માટે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે તેઓ મતદાન કરે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવી છે. ચૂંટણી તંત્રએ લોકતંત્રના પર્વમાં જિલ્લાના પ્રત્યેક નવા મતદારો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટિજન સહિત શતાયુ મતદારોને મતદાન માટે સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી પ્રેરિત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application